બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાનાં કહેર વચ્ચે અમદાવાદની સરકારી શાળાની ઘોર બેદરકારી, વિદ્યાર્થીઓને બોલાવીને કર્યું આ કૃત્ય...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, જેને લઈને રાજ્યમાં અનેક તહેવારોને પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં શાળા, કોલેજો શરૂ થાય તેવી કોઈ શક્યતાઓ વર્તાઈ રહી નથી. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર પણ સતર્ક થઈ ગયું છે, તો બીજી તરફ અમદાવાદની એક સરકારી શાળાની ઘોર બેદરકારી સામે આવી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તાર પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ દ્વારા 50 થી વધારે વિદ્યાર્થીઓને બોલાવીને બંધ બારણે તેમની પરીક્ષા લેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનની સ્કૂલ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. સ્કૂલ બંધ હોવા છતા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા છે. ગુલબાઇ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે એક બાજુ તંત્ર દ્વારા કોરોના વાયરસને રોકવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ કોર્પોરેશનની શાળા દ્વારા આવી ગંભીર ભૂલો કેમ કરવામાં આવી રહી છે? આ સાથે જ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં પણ કરવામાં આવી રહ્યા છે, આ સમગ્ર મામલે જવાબદારો સામે ક્યારે પગલાં ભરવામાં આવશે તે એક મોટો સવાલ છે.