અમદાવાદ મહાનગર પાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય, 3 મે સુધી વધારાની એકપણ દુકાન ખોલવામાં આવશે નહીં...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે અને એક બાજુ સરકારે હોટસ્પોટ સિવાયના વિસ્તારમાં વધારાની તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા કોઈ પ્રકારની મંજુરી આપવામાં આવી નથી.
અમદાવાદમાં કોરોના સંક્રમીતોની સંખ્યાને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે વેપારી એસોસિએશન સાથેની બેઠક પછી નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં 3 મે સુધી આવશ્યક સેવા સિવાયની દુકાનો ન ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમદાવાદ વેપારી એસો.સાથે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. અમદાવાદમાં સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં અમદાવાદ મહાનગર પાલિકા કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ની પરિસ્થિતિ અને હોટ સ્પોટ ને ધ્યાનમાં રાખીને અમદાવાદ પૂરતો એ નિર્ણય લેવાયો છે કે જે દુકાનો જરૂરિયાતવાળી એ ચાલુ હતી તે ચાલુ રહેશે બાકી નવી એક પણ દુકાનો ચાલુ થશે નહીં અને વેપારી એસોસિયેશને પણ આ જાહેરાત ને આવકારી છે અને પૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે, તેમજ અમદાવાદીઓ માટે ૩જી મે સુધી લોક ડાઉન ચાલે છે એમ જ ચાલશે.