This browser does not support the video element.
અમરેલીમાં અમલદારોની જો હુકમી, કોઈનું સાંભળતા નથી, કોરોનાનાં કામ પણ ટલ્લે...વિપક્ષ નેતાના ઉપવાસ...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે જેને કારણે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે કે સરકાર સજ્જ છે જ્યારે વિપક્ષ દ્વારા સરકાર કોઈ પ્રકારે સજ્જ ન હોય તેવું જણાવાઈ રહ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસે હવે તમામ જિલ્લાઓમાં પગ પેસારો કર્યો છે. ત્યારે અમરેલીમાં કોરોના વાયરસની પરિસ્થતિને લઈને કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી સિવિલ ખાતે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે પરેશ ધાનાણીએ અમરેલી સિવિલ ખાતે પ્રતીક ઉપવાસ કર્યા છે જેમાં તેમની મુખ્ય માંગણી છે કે, અમરેલી કોરોના ટેસ્ટિંગ માટે RT-PCR તથા અન્ય સાધનો સહિત આધુનિક લેબ ઉભી કરવામાં આવે, તથા અમરેલીમાં કોરોનાની વધતી સંખ્યાને લઈને ટેસ્ટિંગ વધારવાની વાત પણ કરવામાં આવી રહી છે.
વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સુરતથી હવે પેસેન્જરના બદલે પેશન્ટ આવી રહ્યા છે, તેમજ તેમને પોલીસ દ્વારા અટકાયત કરતા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે પ્રતીક ઉપવાસ કરવા કોઈપણ નાગરિકનો અધિકાર છે.
એકતરફ રાજ્ય સરકાર દ્વારા મોટા મોટા બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે કે સરકાર બધી રીતે સજ્જ છે ત્યારે બીજી તરફ અમરેલીના ચાવંડ ખાતે આવેલ આશીર્વાદ આયુર્વેદ સેન્ટર જે માજી મુખ્યમંત્રી જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટર પાસે કલ્યાણ ધામ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા બાબતે બે મહિના અગાઉ અરજી કરવામાં આવી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલાં ભરવામાં આવતા નથી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર શુ આવી રીતે કોરોના સામે લડીને જીતશે ગુજરાત???