બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મહત્વપૂર્ણ નિર્ણય, આર્થિક જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય...

હાલ સમગ્ર ગુજરાત કોરોના મહામારીની ચપેટમાં છે. અને લોકડાઉનને કારણે ગુજરાતના વકીલોને પણ મોટો ફટકો પડ્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલો માટે એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે આર્થિક જરૂરિયાતમંદ વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.

કોરોના વાયરસને કારણે ઉદ્યોગ-રોજગાર ઠપ્પ છે. તેવામાં ગુજરાતનાં વકીલોની હાલત પણ કફોડી છે. ત્યારે સંકટના આ સમયમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવાં વકીલો માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મદદ માટે આગળ આવ્યું છે. આર્થિક જરૂરિયાતમંદ વકીલોનાં ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતનાં અંદાજે 8500 વકીલોનાં ખાતામાં આ રકમ જમા કરાવવામાં આવશે.

તો બીજી બાજુ ગુનાના આરોપીઓને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરતાં પહેલાં તેઓનો કોરોના ટેસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક પરિપત્ર કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો કોરોના ટેસ્ટ અને તેની પ્રકિયા કરવા સૂચના આપી છે. આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન આપી ન શકાય અને કોર્ટમાં જજ સમક્ષ રજુ કરવાનો હોય તો તેનો કોરોના પોઝિટિવનો ટેસ્ટ કરાવવાનો રહેશે. કાયદેસરની ધરપકડ કરતાં પહેલા મેડીકલ ઓફિસરને જાણ કરી તેના પરિવારને પણ જાણ કરવાની રહેશે.