This browser does not support the video element.
ભાજપના પ્રવેશોત્સવમાં ભુલાયો કોરોના વાયરસ, સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા લીરેલીરા...
કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક માટે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે અને આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન મુજબ જાહેર મેળાવડા બંધ કરવામાં આવ્યા છે.
ત્યારે આજે ભાજપ કાર્યાલય કામલમ ખાતે કોંગ્રેસનાં ધારાસભ્યો માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો. જેમાં કમલમની બહાર દરેકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું હતું જેમાં સોશ્યિલ ડિસ્ટનસના લીરે લિરા ઉડતાં દેખાયા હતા.. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કમલમ ખાતે કૉંગ્રેસના ધારાસભ્યોના ભાજપ પ્રવેશ કાર્યક્રમ દરમીયાન કોરોના ભુલાયો હોય તેમ લાગી રહ્યું હતું અને સોશ્યિલ ડિસ્ટનસની એસીકી- તૈસી થઈ હતી.
જ્યારે સામાન્ય માણસ દ્વારા આવી રીતે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં ન આવે ત્યારે તેની પાસેથી દંડ વસુલવામાં આવે છે ત્યારે હવે શું આ નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે...