બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોતને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી, સરકારની આકરા શબ્દોમાં કાઢી ઝાટકણી...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે મૃત્યુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થતા હોય તેમ સામે આવ્યું છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં વધતા કેસોને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકારની સામે નારાજગી દર્શાવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઇ ગુજરાત હાઈકોર્ટ તરફથી આરોગ્ય મંત્રી અને સરકારી બાબુઓ સામે આકરું વલણ દાખવવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે સવાલ કરતું કહ્યું છે કે શુ આરોગ્ય મંત્રી, ચીફ સેક્રેટરી કે આરોગ્ય સચિવને સિવિલ હોસ્પિટલમાં શુ ચાલી રહ્યું છે તેની ખબર છે ખરી? સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોતને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની ખામીઓનું પણ અવલોકન કર્યું, સાથે જ ગુજરાત હાઇકોર્ટ તરફથી રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ પણ આપવામાં આવ્યા.

હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે દરેક હોટલ અને કોરોન્ટાઇન સેન્ટરની બહાર એક એમ્બ્યુલન્સ ફરજીયાત રાખવી. સાથે જ રાજ્યના તમામ સ્થાનિક ફિઝિશિયન પાસે હોસ્પિટલમાં સારવાર માટે સંમતિ માંગવામાં આવે, અને ખાનગી હોસ્પિટલ દર્દી પાસેથી એડવાન્સ ફી નહીં લઈ શકે. દર્દીઓ પાસે ફક્ત આધાર કાર્ડ અને પાનકાર્ડની વિગતો જ લેવામાં આવશે. સાથે જ નિર્દેશ કરે કે રાજ્ય સરકાર મહત્તમ માત્રામાં ટેસ્ટિંગ કીટની ખરીદી કરે. અને ખાનગી હોસ્પિટલમાં તથા લેબોરેટરીમાં રાહતદરે ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો 13 હજારને પાર પહોંચી ચુક્યો છે તેમજ કોરોના વાયરસના કારણે રાજ્યમાં 800 થી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે, જેને લઈને હાઇકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને આકરા શબ્દોમાં સરકારની ટીકા કરી છે.