બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, CIMS હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યા છે દાખલ...

ગુજરાત રાજ્યના  કોંગ્રેસ પાર્ટીના નેતા ભરત સોલંકીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ CIMS  હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. 

ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભરત સોલંકી કોરોનાની ટ્રીટમેન્ટ માટે વડોદરા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેના બાદ સોમવારે સાંજે તેમની સ્થિતિ થોડીક નાજૂક થતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ ખાતે આવેલ સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની સઘન તપાસ બાદ તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન એમની સ્થિતિ સારી રહી હતી. છાતીના સીટી સ્કેનની અંદર કોરોનાના લક્ષણ હોવાનું નિદાન કરવામાં આવ્યું અને તે પ્રમાણે એમની અત્યારે આઈસીયુમાં સંપૂર્ણ સારવાર ચાલી રહી છે. હાલમાં એમને હાઈ ફલો ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે અને તેની સાથે ઓક્સિજનનું પ્રમાણ મેઈન્ટેન કરી રહ્યા છે. તેઓને કોરોના વાયરસની ટ્રીટમેન્ટ માં વપરાતા tocilizumab and remedesvir ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે તેવું CIMS હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું છે.