This browser does not support the video element.
કોંગ્રેસમાં કોરોનાનું ગ્રહણ, ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જાપનું આયોજન...
રાજ્યમાં સતત 7 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવે તે માટે કોપોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્મા તેમજ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મેધાણીનગર ખાતે રામેશ્વર મદિર ખાતે પ્રાથના કરવામાં આવી હતી..
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર ફેલાયો છે અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના નેતા એક બીજાની વ્હારે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્યમાં વહેલી તકે સુધાર આવે તેવી પ્રાર્થના સાથે કોંગ્રેસ દ્વ્રારા મૃત્યુંજય જાપ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું... પરંતુ તે સમય મંદિરના ટ્રસ્ટ દ્વ્રારા મંજૂરી આપવામા ન આવતા વિપક્ષ નેતા દિનેશ શર્મા અને કાર્યકરોએ શિવજીના મદિરમાં કુલ ચડાવી પ્રાર્થના કરી હતી..
મહત્વનું છે કે કોઈ પણ ઘટના સર્જાય તો તે જલ્દીથી રાજકારણનો રૂપ લઈ લે છે અને તેના પર રાજનીતિનો નવો વળાંક આવે છે.. મંદિરમાં પૂજા કરવા દેવામાં ન આવતા કોંગ્રેસ દ્વ્રારા આક્ષેપો કરવામાં આવ્યા હતા..તો કોંગ્રેસે આક્ષેપ પણ કર્યા હતા કે હિન્દુના નામે વોટ લેતી આ પાર્ટી તારા બ્રાહ્મણોને પૂજા કરાવવા માટે મંજૂરી પણ નથી આપતા.. સાથેજ કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું કે શું મંદિરમાં પૂજા કરવી પાપ છે ?