બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને મહત્વપૂર્ણ સમાચાર, કોરોના રિપોર્ટ કરતા રિપોર્ટ...

કોંગ્રેસના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ 22 જૂનના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ સોલંકીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તે સમયે તેઓ આ ચૂંટણીમાં હાજર રહ્યા હતા. ચૂંટણી દરમિયાન ઘણા લોકો તેમના કોન્ટેક્ટમાં આવ્યા હતા.ત્યારબાદ તેમના કોન્ટેક્ટમાં આવેલા દરેક લોકોને આઇસોલેશન કરવામાં આવ્યા હતા અને તે બધા લોકોના કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ 21 જૂને તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમના ચાહકો અને પાર્ટીના નેતાઓમાં ખુશીની લહેર વહી રહી છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને વેન્ટિલેટર પરથી ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણેક દિવસથી ભરતસિંહ સોલંકીને 8 કલાક વેન્ટિલેટરથી દૂર રાખવામાં પણ આવી રહ્યાં છે. હાલમાં કોરોના વાયરસને લીધે થયેલ ફેફસાના નુકસાનની સારવાર ચાલુ છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. જ્યાં સુધી તેમની યોગ્ય સારવાર ન થાય ત્યાં સુધી ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવશે.