એક તરફ ગુજરાત પોલીસ જીવના જોખમે લોકડાઉનનું પાલન કરાવી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યનું આ અભદ્ર વર્તન કેટલું યોગ્ય???
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને રાજ્યમાં લોકડાઉન લાગુ છે જેને લઈને રાજ્યની, જીલ્લાની તમામ સરહદો પર પોલીસ ખડકી દેવામાં આવી છે. જીવના જોખમે રાજ્યની પોલીસ લોકોને લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે બહુચરાજીમાં TRB જવાન સાથે ખુબજ અભદ્ર વર્તન કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સિદ્ધપુરના ધારાસભ્યની ગાડીને બહુચરાજી પાસે TRB જવાન દ્વારા પોતાની ફરજના ભાગરૂપે રોકવામાં આવી હતી અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યનો પિત્તો ગયો હતો તેમજ TRB જવાન સાથે ખુબજ અભદ્ર ભાષામાં વર્તન કર્યું છે. TRB જવાન અને ધારાસભ્ય વચ્ચે સખ્ખત બોલાચાલી થઇ હતી અને મામલો બીચકયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ધારાસભ્યએ TRB જવાનને કહ્યું હતું કે, મારી ગાડી કેમ રોકે છે ઉપર ધારાસભ્ય લખેલું છે એ દેખાતું નથી? ત્યારબાદ TRB જવાનને તેની હેસિયત બતાવવાની અને નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપી હતી.
સમગ્ર રાજ્ય કોરોના વાયરસ સાથે લડી રહ્યું છે અને કોંગ્રેસના ધારાસભ્યનું આ અભદ્ર વર્તન કેટલું યોગ્ય ગણાય? ચંદનજી ઠાકોર સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય છે. એટલે શું ધારાસભ્ય થઇ ગયા એટલે મનફાવે તેમ ગાળો બોલવાની? જનતાએ શું બેફામ ગાળો બોલવા માટે ધારાસભ્ય બનાવ્યા છે? શું જનતાના નેતાએ આ પ્રકારના લોકો લાયક છે? આ પ્રકારની ઘટનાથી ક્યાંકને ક્યાંક પોલીસ જવાનોના મોરલ તોડવાના કામ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય સામે શું કોઈ પગલા લેવામાં આવે છે કે કેમ તે જોઉં રહ્યું...