બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વાયરસના વધતા કેસોને લઈ રાજ્યના પોલીસવડાએ કર્ફ્યુંની મુદતમાં કર્યો વધારો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને રાજ્યમાં કોરોના સંક્ર્મીતોની સંખ્યા 1939 પર પહોંચી ચુકી છે તેમજ મૃત્યુઆંક 71 થઇ ચુક્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને જે વિસ્તારો કોરોના હોટસ્પોટ છે ત્યાં 20 એપ્રિલ સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું.

પરંતુ જે રીતે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે તેને લઈને રાજ્યના પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વિસ્તારોમાં કોરોના કર્ફ્યું લગાવવામાં આવ્યું છે તેની મુદ્દતમાં વધારો કરવામાં આવે છે અને તેની મુદ્દત 20 એપ્રિલથી વધારીને 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના હોટસ્પોટ વિસ્તારોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કરફ્યુમાં જે છૂટછાટ આપવામાં આવી હતી તેના નિર્ણયમાં તંત્ર દ્વારા અત્યારે હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્યમાં સતત વધી રહેલા કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.