બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દસ્તાવેજ નોંધાણીને લઈને રાજ્ય સરકારનો નિર્ણય, રાજયની 98 સબ રજિસ્ટર કચેરીમાં નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવશે...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કચાસ છોડવામાં આવે તેમ નથી ત્યારે રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધાણીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્યની 98 સબ રજીસ્ટાર કચેરીમાં નોંધણીની કામગીરી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દસ્તાવેજ નોંધણીની ફી પણ ઓનલાઈન ભરવામાં આવશે. રાજ્યની નગર પાલિકા અને મહાનગર પાલિકા સિવાયના વિસ્તારોમા આ કામગીરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા ધીરે ધીરે જીવન જરૂરિયાત સેવાઓમાં છૂટ આપવામાં આવી રહી છે અને અલગ અલગ સેવાઓ સોશિયલ ડીસ્ટનસિંગનું ધ્યાન રાખી ચાલુ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં અમુક સેવાઓમાં છૂટ આપવામાં આવશે. તેમજ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટનસિંગના ભાગરૂપે માત્ર ઓનલાઈન એપોઈનમેન્ટ મેળવીને ત્યારબાદ જ નોંધણીની પ્રક્રિયા થઈ શકશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અન્ય કેટલીક સેવાઓ જેવી કે સ્વરોજગાર સાથે જોડાયેલા વ્યવસાયને પણ મંજુરી આપવામાં આવી છે. તેમજ એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરુ કરવામાં આવશે.