This browser does not support the video element.
કેન્દ્રીય આરોગ્ય ટીમ સુરત બાદ અમદાવાદ આવી પહોંચી, જુઓ વીડિયો...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ બાદ રાજ્યનું નવું હોટસ્પોટ સુરત બનતું જઇ રહ્યું છે. સુરતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં જે રીતે કોરોના વાયરસના કેસો વધી રહ્યા તેને ધ્યાનમાં લઈને કેન્દ્રીય આરોગ્ય ટિમ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી છે. જેમાં દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
કેન્દ્રીય ડોકટરોની ટીમે સૌપ્રથમ સુરત અને હવે અમદાવાદ આવી પહોંચ્યા છે. સુરત સ્થિતિ નિરીક્ષણ કર્યા બાદ હવે અમદાવાદમાં પણ કોરોનાના કહેરને લઈને એક બેઠક યોજાવા જઇ રહી છે. તેમજ રાજયમાં થયેલ કોરોનાના સંક્રમણને કારણે કેન્દ્રીય ટીમ આજે ગુજરાતના પ્રવાસે આવી છે. આ ટીમના સભ્યો આજે સાંજે ૫.૧૫ કલાકે પત્રકાર પરિષદ પણ યોજવાના છે.