બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આ બધી જાહેરાતોમાં પૈસા બગાડવા કરતા લોકોના ટેસ્ટ વધારો અને સારવારમાં પૈસા વાપરો: શંકરસિંહ વાઘેલા

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાઈ રહ્યો છે, રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે અલગ અલગ નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. જેને લઈને Ncp નેતા અને ગુજરાતના પૂર્વ ધારાસભ્ય શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.



રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવા "જીતશે ગુજરાત" અને "હું પણ કોરોના વોરિયર્સ" જેવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. જેને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શંકરસિંહે ટ્વીટ કરી જણાવ્યું છે કે,  રાજ્ય સરકાર દ્વારા આવા અભિયાનોના નામે અલગ અલગ તાયફા કરીને જાહેરાતોમાં પૈસા બગાડવા કરતા લોકોના ટેસ્ટ વધારો અને સારવારમાં પૈસા વાપરો. શંકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ક્યારેય સમયસર પરિણામ આપી શકે નહીં.



ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ શંકરસિંહે ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.



આ મુલાકાત દરમ્યાન દર્દીઓના સગાવહાલા, કોરોના વોરિયર્સ તરીખે દેશના સૈનિકો ની જેમાં સતત સેવાઓ આપનાર ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય અને વર્ગ 4 ના કર્મચારીઓને મળી તેમની સેવાઓને બિરદાવી હતી અને તેમના પ્રશ્નોને સમજ્યા હતા અને જરૂરી સૂચનો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની  હૈયાધારણા આપી હતી. આજ રીતે 1 થી 4 લોકડાઉન દરમ્યાન ખડેપગે સેવાઓ આપનાર પોલીસ વિભાગના જવાનોને મળી અભિનંદન આપ્યા હતા તેમજ સેવાઓ આપનાર સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યકત કર્યો હતો.