રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત, રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ...
દેશ દુનિયા અને સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવો ન હતી, જેને લઈને રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે.
આજે સવારે મળતી વિગતો અનુસાર GTU ની બાકી રહેલી પરીક્ષાઓ આવતી કાલથી લેવામાં આવનાર હતી પરંતુ રાજ્યના શિક્ષણ પ્રધાનની જાહેરાત અનુસાર રાજ્યની હાલની પરિસ્થિતિને જોતા રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યની GTU સહિત તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂક રાખવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ પ્રધાને લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ ગુરુવારથી શરૂ થવાની હતી, પરંતુ હાલની પરિસ્થિને ધ્યાનમાં લઈ હાલ પૂરતી તમામ પરીક્ષાઓ મોકૂક રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.