બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યની પ્રથમ પ્લાઝમા ડોનર બની અમદાવાદની સ્મૃતિ ઠક્કર, જાણો શું છે પ્લાઝમા થેરાપી...

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થાયતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેથી રાજ્ય સરકાર દ્વારા પ્લાઝમા થેરાપી દ્વારા દર્દીની સારવાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અમદાવાદને પ્રથમ પ્લાઝમા ડોનર મળી ચુકી છે. અમદાવાદની આ યુવતી યોધ્ધા બનીને બહાર આવી છે.



અમદાવાદની સ્મૃતિ ઠક્કરે હોસ્પીટલમાં જઈને સંક્ર્મીતોની લોહી આપ્યું છે. લોહી માંથી પ્લાઝમાના એન્ટીબોડી કાઢવામાં આવે છે. કોરોના વાયરસથી સજા થયેલા દર્દીઓના પ્લાઝ્માંથી કોરોના વાયરસનો ઈલાજ થઇ શકે છે. કોરોના સામે જંગ જીતીને સંપૂર્ણ સ્વસ્થ થયેલી યુવતી રાજ્યની પ્રથમ પ્લાઝમા ડોનર બની છે. પેરીસથી પરત ફરેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તે સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, જે દર્દી સજા થઇ ગયા હોય તેમની મંજુરીથી અન્ય દર્દીઓને સજા કરવા માટે તેમના લોહીમાંથી પ્લાઝમા છુટા પાડીને લેવામાં આવે છે. જેમાં પ્રથમ પ્લાઝમા ડોનર તરીકે અમદાવાદની સ્મૃતિ ઠક્કરે પોતાનું યોગદાન નોંધાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દેશનું એક રાજ્ય કેરાલા કે જ્યાં 400 કેસ માંથી ફક્ત 2વ્યક્તિઓના જ મૃત્યુ થયા છે જેનું મુખ્ય કારણ પ્લાઝમા થેરાપીને માનવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાનું ચાલુ કર્યું છે જે કોરોના સામે રાહતના સમાચાર કહી શકાય.

જાણો શું છે પ્લાઝમા થેરાપી:



કોરોના વાયરસ સામે લડીને રીકવર થયેલા દર્દીના લોહીમાં ઇન્ફેકશન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમા થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.