બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

કલોલના પલિયડ ગામે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા.. DJ સાથે નાચ્યા લોકો.. જુઓ વિડીયો...


સમગ્ર રાજ્ય હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. એક બાજુ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કલોલ તાલુકાના પલિયડ ગામે પાટોત્સવની શોભાયાત્રા હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાળ્યા હતા. તેમજ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.


કાર્યક્રમના આયોજક દ્વારા યજ્ઞની આહૂતિથી કોરોના ભગાડવાનો પ્રયોગ હોવાનો દાવો કરાયો હતો. યજ્ઞમાં આહૂતિ આપવાથી કોરોના મહામારી દૂર થવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે આ માટે શાસ્ત્રોનો હવાલો આપ્યો હતો.


પલિયડ ખાતે યજ્ઞ યોજાવાનો હોવાનો હોય મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જોકે, નિયમોનું પાલન નહીં થતાં કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે. હાલ, તો આયોજકને લઈને પોલીસ રવાના થઈ છે. આયોજક દ્વારા મંજૂરી વગર કાર્યક્રમ યોજ્યો હોવાનું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આયોજક દ્વારા આ કાર્યક્રમ અંગે મંજૂરી લીધી ન હોવાનો દાવો કર્યો છે.