બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના સામે જંગ લડતા રાજ્ય સરકારના કોઈ પણ કર્મચારીનું કોરોનાથી મોત થાય તો પરિવારને 25 લાખની સહાય: અશ્વિનીકુમાર

કોરોના વાયરસનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે રોજ આવશ્યક કોઈને કોઈ પગલા ભરવામાં આવે છે. આજે મુખ્યપ્રધાનના અગ્ર સચિવ અશ્વિનીકુમાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,રાજ્યના કોઈ પણ સરકારી કર્મચારીનું જો કોરોના વાયરસના લીધે મૃત્યુ થાય તો રાજ્ય સરકાર દ્વારા તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 46 લાખથી વધુ લીટર દૂધનું વિતરણ થાય છે. રાજ્યમાં દુધની કોઈ અછત નથી તેમજ રાજ્યમાં 1.14 લાખ ક્વિન્ટલથી વધુ શાકભાજી ની આવક થાય છે.

રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે બને એટલા વધારે ત્વરિત પગલા લઈ રહી છે. જેના ભાગરૂપે મુખ્યપ્રધાનના અગ્ર સચિવએ પત્રકાર પરિષદ યોજીને આ તમામ માહિતી આપી હતી.