બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, લોકોને 3 મહિના સુધી ઘરે બેઠા ગેસની બોટલ વિના મૂલ્યે મળશે...

સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ના સચિવ અશ્વિનીકુમાર દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અંગે ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સીલીન્ડર ફ્રી માં આપવામાં આવશે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, ગુજરાત વધુમાં વધુ દર્દીઓની ઓળખ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, કિશાન યોજના હેઠળ 47 લાખ 81 હજાર ખેડૂતોને 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો છે, જયારે 1182 કરોડના ખર્ચે ગરીબોને અનાજ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અશ્વિનીકુમાર દ્વારા આ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.