કોરોના વાયરસના આંકડાની માયાજાળમાં ફસાઈ ગુજરાત સરકાર...
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સારો છે.
રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસોની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પત્રકાર પરિષદ યોજીને આપે છે. દર 24 કલાકે કોરોના વાયરસના કેસોના આંકડા જાહેર કરવામાં આવે છે. આજે રાજ્યમાં કોરોનાને લઈને આરોગ્ય વિભાગનો છબરડો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ગઈ કાલ સુધી કોરોના વાયરસના 9932 કેસો હતા, ત્યારબાદ આજે નવા 348 કેસ નોંધવામાં આવ્યા છે, જેથી રાજ્યમાં ખરેખર કોરોન પોઝિટિવની સંખ્યા 10280 થવી જોઈએ પરંતુ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 10989 કેસ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી વધારાના 709 કેસ ક્યારે આવ્યા તેની આરોગ્ય વિભાગ દ્વારા કોઈ માહિતી આપવામાં આવેલ નથી.
બીજી તરફ રાજ્યમાં અધિકારી અધિકારીઓએ કોરોના વાયરસના આંકડા બદલાતા હોવાની પણ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ 709 સુપરસ્પ્રેડર પોઝિટવ આવ્યા હતા તેમને આંકડામાં ગણવામાં જ આવેલ ન હતા, ત્યારબાદ સ્પષ્ટતા કરી કે એમને અલગ રાખ્યા છે, આજે કુલ પોઝિટવ કેસ 1057 થયા, હવે જયંતિ રવિ કહે છે 6587 ટેસ્ટ કર્યા એમાંથી આટલા પોઝિટવ છે, કાલે રાજીવ ગુપ્તાએ કહ્યુ 12500 ટેસ્ટ કર્યા હતા. ત્યારબાદ રાજ્યમાં અધિકારી અધિકારીએ કોરોના વાયરસના આંકડાઓ બદલાતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
એક બાજુ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કોરોના વાયરસના આંકડાની માયાજાળમાં ફસાઈ હોય તેમ લાગી રહ્યું છે.