બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણી તેમની આક્રમક ફેસબુક કોમેન્ટને લઈને ચર્ચામાં...

જ્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ વિવિધ મુશ્કેલીઓ વચ્ચે કાર્યરત છે. ત્યારે આરોગ્ય કર્મીઓની અને દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે કામ કરવાને બદલે, રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણી તેમના નીતનવા ગતકડાને લઈ, આરોગ્ય વિભાગને સંકોચમાં મૂકી રહ્યા છે.

રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણી તેમની આક્રમક ફેસબુક કોમેન્ટને લઈને ચર્ચામાં જોવા મળ્યા છે. કુમાર કાનાણીએ તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર એક કોમેન્ટના જવાબમાં એવી પોસ્ટ લખી નાખી કે, ‘આ બધાને કોણ તમારો બાપ ખવરાવશે’. રાજ્યના એક મંત્રીની આ ભાષાથી સૌ કોઈ દંગ રહી ગયા છે. આ પોસ્ટના લીધે, કાનાણી ટ્રોલ પણ થયા છે.



આ ઉપરાંત કેટલાક લોકોએ લખ્યું કે, ‘કિશોર કાનાણી તમારુ ફેસબુક એકાઉન્ટ હેક થયું લાગે છે, બાકી રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીની ભાષા આ પ્રકારની હોય નહીં.’ આ ઉપરાંત, અન્ય લોકોએ પણ પ્રતિક્રિયાના ભાગ રૂપે કોમેન્ટ કરી છે કે, રાજ્યના આરોગ્યમંત્રીની આ પ્રકારની સડક છાપ ભાષા હોય ખરી ? એક સિનિયર નેતા તરીકે, આ તમને શોભતું નથી. અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે, કાકા આવી ભાષા હોય?

ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલે કિશોર કાનાણીએ સુરતના વરાછામાં એક સોસાયટીની મુલાકાત લીધી હતી. આ પછી, તેમના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં, અનેક લોકોએ અલગ અલગ કોમેન્ટ લખેલી છે. જેમાં, એક વ્યક્તિએ એવી કોમેન્ટ લખી હતી કે, ‘તમે ભેગા થાઓ, જુઓ લોકડાઉન તોડવાનો કાયદો, બે ડંડા ખાવાના વધારાના.’ આ કોમેન્ટના જવાબમાં કાનાણી ઉગ્ર બન્યા હતા. જો કે તેમની આ કોમેન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમને ડીલીટ કરવાની ફરજ પડી હતી.