‘સંક્રમણ ચાલુ જ રહેવાનું, ક્યાં સુધી ધંધા બંધ રાખીશું’ રાજ્ય સરકારે હવે હથિયાર હેઠા મૂક્યાંને હર્ડ ઇમ્યુનિટીનો રસ્તો પકડ્યો??
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવા સમયે કરફ્યુ ઉઠાવવામાં આવ્યો છે અને લોકડાઉન છતાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. તેમજ ટેસ્ટિંગની સંખ્યા ઘટાડી તે જોતા લગે છે કે સરકારને હવે હર્ડ ઇમ્યુનિટીનો વિકલ્પ પકડવા સિવાય બીજો રસ્તો દેખાતો નથી.
આજે કેન્દ્ર સરકાર તરફથી નાની દુકાનો ખોલવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ગુજરાતમાં દુકાનો ખોલવાના નિર્ણય મુદ્દે જયંતિ રવિએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જયંતિ રવિએ જણાવ્યું કે, સંક્રમણ ચાલુ જ રહેવાનું છે. ધંધા-રોજગાર ક્યાં સુધી બંધ રાખી શકાશે. આર્થિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે શહેરના લોકોએ જાતે જ સાવચેત રહેવું પડશે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવના નિવેદન પરથી લગે છે કે રાજ્ય સરકારે હવે હથિયાર હેઠા મૂક્યાંને હર્ડ ઇમ્યુનિટીનો રસ્તો પકડ્યો છે.
જાણો શુ છે હર્ડ ઇમ્યુનિટી:
વાયરસના સંક્રમણને લોકોમાં ફેલાવવાદો જેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તે સાંગોપાંગ નીકળશે. કોમોર્બીડિટ ધરાવતા અને વૃદ્ધો પર જોખમ વધશે. તો સચવાય તેટલા ને સાચવો પણ વાયરસને આખી વસ્તીમાં ફરી વળવાદો જેથી એક તબક્કે વાયરસને સંક્રમણ આગળ વધારવા કોઈ હોસ્ટ નહીં રહે. મોટા ભાગના લોકોમાં આપોઆપ એન્ટીજન સર્જાઈ જશે. જેટલું નુકશાન થવાનું હશે તે થઈ જશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મહદઅંશે આ જ થિયારીના ચિહ્નો દેખાય છે, તેમજ હવે ગુજરાત પણ આ જ રસ્તે જઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.