બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાત હાઈકોર્ટ કોરોના વાયરસની ઝપેટમાં સપડાયું, આટલા દિવસ માટે તમામ કામગીરી રહેશે બંધ...

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, કોરોના વાયરસે રાજકીય પક્ષોમાં પ્રવેશ કર્યા બાદ હવે રાજ્યમાં હાઇકોર્ટમાં પણ હવે કોરોના વાયરસે પ્રવેશ કર્યો છે જેને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના 6 કર્મચારી તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 7 વ્યક્તિઓના કોરોના પોઝિટિવ આવ્યા છે, જેના કારણે ગુજરાત હાઇકોર્ટના તમામ કામકાજ 3 દિવસ એટલે કે તારીખ 8,9,10 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં કુલ 7 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટની બિલ્ડીંગ, હોલ સહિત  આખા કેમ્પસને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.