બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં માસ્ક ન પહેર્યું તો થશે રૂપિયા 1000 સુધીનો દંડ??? જાણો શુ છે સત્ય...

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં અનલૉક બાદ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને અટકાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ જન જીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થતાંની સાથે જ લોકો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને અવગણી રહ્યા છે અને કોઇપણ બીક વગર ફરી રહ્યા છે ત્યારે કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારને હાઇકોર્ટે ટકોર કરી છે.



મળતી વિગતો પ્રમાણે, હાઇકોર્ટે જણાવ્યુ હતું કે બહારથી આવતા લોકોને અટકાવવમાં આવે. માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે. કોઈ નારાજ થાય તેની ચિંતા સરકારે કરવાની જરૂર નથી.

આપને જણાવી દઇએ કે, 13 જુલાઈના રોજ અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડની રકમ 200થી વધારી 500 કરવામાં આવી છે, જ્યારે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારા પાસેથી રૂ. 200ને બદલે રૂ.500 દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં નાગરિકોની બેદરકારીને જોતા હાઇકોર્ટે સરકારે ટકરો કરી હતી હતી કે, કોઈ નારાજ થાય તેની ચિંતા સરકાર ન કરે અને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને 1000 સુધીનો દંડ ફટકારે...