બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લ્યો બોલો! રાજ્યમાં IAS અધિકારીઓના રાજથી ભાજપના દિગ્ગજ નેતાને તકલીફ!!!

ગુજરાતમાં કોરોના વાયરસને લઈને રોજબરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રુપાલાનો એક વિવાસ્પદ ટેલિફોનિક ઓડિયો વાયરલ થયા છે જેમાં રૂપાલા કહી રહ્યા છે કે અત્યારે IAS નું રાજ ચાલે છે એટલે આ બધી તકલીફ પડી રહી છે.



ઓડિયોમાં ગુજરાત ભાજપના દિગગગજ નેતા પુરુષોત્તમ રૂપાલા અને મોહનભાઇ વરિયા નામના એક નાગરિક વાતચીત કરી રહ્યા છે જેમાં કલેક્ટર દ્વારા રોકવામાં આવેલ બસોને લઈને વાતચીત કરવામાં આવી રહી છે.

વાતચીતના અંશો:-
મોહનભાઇ : નમસ્તે સાહેબ, મોહનભાઇ વરિયા બોલું છું. રૂપાલા: રામ રામ ભાઈ. મોહનભાઇ : હવે બધે સંપર્ક કર્યો, અને એમને કીધું કે તમે સાહેબને કયો તો કલેક્ટર સાહેબ કહે તો છુટા થઈએ. રૂપાલા : ઈ હું કરું છું, એની પાછળ જ છું. મોહનભાઇ : અહીંયા બધાને ખોટેખોટા ભેગા કરે છે. ૪ બસ તો હાલ આવી છે અને હજી નવી ૯ બસો આવે છે.

રૂપાલા : આ અક્કલ વગરના કોને કહેવાય? હાલ આપણે હેરાન થઈએ છીએ એનું એક કારણ છે કે અત્યારે તંત્ર IAS ચલાવી રહ્યા છે અને તમારામાં કોઈ અક્કલ છે જ નહિ એવું માની રહ્યા છે.

મોહનભાઇ : હા સાવ સાચી વાત છે, અહીંયા મેં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી બધાને કીધું તો બધે કીધું કે કલેક્ટર સાહેબ ક્યે એટલે અમે તરત છુટા કરીયે.

રૂપાલા : એમ નહિ પણ કલેક્ટર કહે કે ના કહે પણ એમને અહીં રાખીને કામ શું છે ઈ તો સમજાવે કોઈક અને આ છાપાંવાળાઓને બધા ને ત્યાં મોકલો મુલાકાત લેવા માટે કે અહીં ભેળા કરીને સાહેબ શું કરવાનું?



પુરુષોત્તમ રૂપાલા અને મોહનભાઇ વારોયના વાયરલ થયેલા આ ઓડિયોમાં બંને લોકો અન્ય શહેરોમાંથી વતન આવી રહેલા લોકોની બસોને કલેક્ટર દ્વારા રોકવામાં આવી છે ઈ સંદર્ભે વાત કરી રહ્યા છે જેમાં પુરુષોત્તમ રૂપાલા કહે છે કે અત્યારે આ IAS નું રાજ ચાલે છે એટલે આ બધી તકલીફ પડી રહી છે.



જો કે ઓડિયોમાં પુરુષોત્તમ રુપાલાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે છતાં પણ અત્યાર સુધીમાં કોઈ પણ ન્યુઝ એજન્સીએ આ ઓડિયો પુરુષોત્તમ રુપાલાનો હોવાની પુષ્ટિ કરી નથી પરંતુ આ મામલે હવે રૂપાલા શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.