ગુજરાતમાં લોકડાઉન 4.0 આવતી કાલથી લાગુ, જાણો કેટલી મળશે છૂટછાટ...
કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0માં મોટી છૂટછાટ આપવાની જાહેરાત સાથે રાજ્યોને પોતાની રીતે લૉકડાઉનનો અમલ કરાવવાની સત્તા આપી હતી. આ સત્તાના અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા મોટી છૂટછાટ આપવામાં આવી છે. ગાંધીનગરથી રાજ્યની જનતાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લૉકડાઉનમાં છૂટછાટ આપી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે સરકારને તમામ લોકોએ ખૂબ સહકાર આપ્યો, તમામ લોકોએ પોતાની જાતની પરવાહ કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું. હું આજના દિન સૌને અભિનંદન આપું છું. ધન્યવાદ આપું છું. કોરોના સામેની આપણી લડાઈ હજુ લાંબી છે. આપણે વાયરસને માત આપવાનો છે. એના માટે અનેક પ્રયત્નો કરવાના છે. આ સાથે 55 દિવસનું લૉકડાઉન ગરીબ, શ્રમિક, કિસાન, મધ્યમ વર્ગના લોકો તમામ પ્રવૃતિઓ બંધ થાય તો એમને પણ ગણી બધી તકલીફ પડે. આપણે અર્થતંત્ર શરૂ રાખી અને કોરોના અટકાવવાનો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી આપવામાં નહીં આવે જ્યારે નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેપાર ધંધા શરૂ થઈ જશે. નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં સવારે 8.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી દુકાનો ખૂલશે.
પાન મસાલાની દુકાનોને છૂટ:
કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા શરુ રહેશે, સમય રહેશે 8 થી 3 નો રહેશે. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે. તેમજ અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, 2 મુસાફરો જ બેસી શકશે. તેમજ કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ કે સમગ્ર અમદાવાદમાં લૉકડાઉન છે ત્યારે પશ્ચિમ અમદાવાદમાં વેપાર ધંધા ખોલવાની છૂટ છે. સવારે 8-4 દરમિયાન દુકાનો ઓડ-ઇવન નંબર પ્રમાણે ખૂલશે.
મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. રાજ્યમાં ગ્રીન ઝોન અને ઓરેંજ ઝોન તેમજ રેડઝોનની વર્તમાન સ્થિતિના આધારે કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે 19મી મેના રોજ મંગળવારથી રાજ્યમાં વેપાર ધંધા કરવા માટે મોટી છૂટછાટ મળશે.
સાંજે 7 થી સવારે 7 સુધી સમગ્ર રાજ્યમાં કરફ્યુ:
સરકારે કરેલી મોટી જાહેરાત મુજબ રાજ્યમાં રાત્રે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે. રાજ્યમાં આ સમય દરમિયાન તમામ વેપાર-ધંધા તેમજ આવનજાવન પર પ્રતિબંધ રહેશે.