બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉનથી ચિંતિતિ ધાનાણીએ CM રૂપાણીને લખ્યો પત્ર, અન્નપુર્ણા યોજના ફરી ચાલુ કરવા માંગણી કરી...

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં લોકડાઉનને કારણે તમામ નાના ધંધા બંધ થઇ ચુક્યા છે, જેને લઈને તમામ કારીગર વર્ગ બેકાર થઇ ગયો છે, જેને ધ્યાનમાં લઈને અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં કારીગર વર્ગ જેવાકે સુથાર, કડિયા વાણંદ, મોચી, ઈલેક્ટરીક, પ્લમ્બર, લોખંડનું કામ કરનાર ગેરેજ વર્કર્સ, કલરકામ, ઓટો રીક્ષા ચાલક, લારી ગલ્લા ચાલક, પાથરણા વાળા, પથ્થર પોલીસ કરનાર, વગેરે કારીગરોનો ખુબ મોટો વર્ગ છે, આ કારીગર વર્ગ તથા તેમના પરિવારજનો લોકડાઉનની સ્થિતિમાં આવક બંધ થઇ જવાથી ખુબજ હાલાકી ભોગવી રહેલ છે. કોરોનાને કારણે આ તમામ ધંધા રોજગાર બંધ છે જે ફરી ક્યારે ચાલુ થશે તે નક્કી નથી ત્યારે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા અસંગઠિત ક્ષેત્રના કારીગરો શ્રમિકોને જીવન નિર્વાહ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત કે સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવા અને આવા લોકો માટે અન્નપૂર્ણા યોજના ફરી ચાલુ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખી માંગણી કરી છે કે સરકાર મોટા ઉદ્યોગોને સહાય આપે છે, તેમના માટે પેકેજ જાહેર કરીને સબસીડી આપે છે. એજ ધોરણે સમાજને તમામ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગર વર્ગ માટે પણ સહાનુભુતિ દાખવીને તેમને પ્રોત્સાહિત કરવા ખાસ પેકેજ-સહાય જાહેર કરવી અત્યંત જરૂરી છે. રાજ્યના કારીગરો હાલમાં તમામ ધંધા બંધ થતા બેકાર થઇ ગયા છે.