બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉન દરમ્યાન રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, સ્વરોજગાર સાથે જોડાયેલા લોકોને વ્યવસાય કરવાની આપી મંજૂરી

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને લોકડાઉનના કારણે લોકોને ઘરમાં બેસી રહેવું પડે છે ત્યારે મુખ્યમંત્રી સ્થિત કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે જાણકારી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સીટી લિમિટ બહાર 35000 કરતા વધારે ઉદ્યોગ શરૂ થાય છે જ્યારે સવા ત્રણ લાખથી વધારે લેબર કામ કરવા લાગ્યા છે. GIDC એરિયા પણ ધીમે ધીમે ધમધમવા લાગ્યો છે.

અશ્વિનીકુમારે કહ્યું કે એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે. જો કે તે હોટસ્પોટ કે કન્ટેન્ટની બહાર હોવા જોઈએ. આવા ઉદ્યોગોએ સરકારમાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બીજો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો જે મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ 66 લાખ જેટલા કુટુંબોને દર મહિને રાશનની દુકાનેથી રાશન લે છે. તેમને 25 એપ્રિલથી વ્યક્તિગત સાડા ત્રણ કિલો ઘઉ અને દોઢ કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે.

આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન રાજ્ય સરકારે સ્વરોજગાર સાથે જોડાયેલા વ્યવસાય કરવાની મંજૂરી આપી છે. એસી અને લાઈટ રીપેરીંગ કરતા લોકોને પણ મંજૂરી આપવામાં આવી છે.