રાજ્યના ચાર મહાનગરોમાં આજથી માસ્ક પહેરવું ફરજીયાત...
કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મોટા ભાગના કેસો લોકલ ટ્રાન્સમિશનના કરને સામે આવેલા છે. ત્યારે કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે રાજ્યના ચાર મહાનગરોમાં આજથી માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટમાં આજથી માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. માસ્કના હોય તો મોઢા પર રૂમાલ પણ ઢાંકી શકાય છે. સૌ પ્રથમ અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા, રાજકોટ અને સુરતના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પહેલી વાર માસ્ક ન પહેર્યું હોય તો તેમને 1000 રૂપિયાનો દંડ અને બીજી વાર પકડાય તો 5000 રૂપિયા સુધીની દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવામાં આનાકાની કરે તો તેમની સામે FIR નોંધવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુદકે ને ભૂસકે કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા આવા પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં માસ્ક વગર નીકળનાર વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.