બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તો શું ગુજરાતના નાથ પણ કોરોન્ટાઈલ થશે? આજે તેઓ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મળ્યા હતા...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસને લઈ તંત્ર દ્વારા કોઈ કસર છોડવામાં આવી નથી, પરંતુ આજે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કર્ફ્યું હેઠળ મુકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના ધારાસભ્ય શૈલેશ પરમાર, ગયાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ત્યારબાદ ઇમરાન ખેડાવાલાનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામેલ છે.

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આજે મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો પણ મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલ બેઠકમાં સામેલ હતા. ત્યારબાદ ઇમરાન ખેડાવાલાએ પત્રકાર પરિષદ પણ યોજી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી સાથેની મીટીંગ બાદ ઇમરાન ખેડાવાલાએ જે ખુરસી પરથી પત્રકાર પરિષદ યોજી હતી, તે જ ખુરસી પરથી અમદાવાદ શહેર કમિશ્નર આશિષ ભાટીયાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમની સાથે રાજ્યના DGP શિવાનંદ ઝા પણ ઉપસ્થિત હતા. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પણ તેની બાજુની ખુરસી પરથી જ પત્રકાર પરિષદ યોજી હતી. આ ઉપરાંત સુત્રોના જણાવ્યા મુજબ ખેડાવાલા આજે 55 પત્રકારો તેમજ 146 જેટલા સરકારી અધિકારીઓને પણ મળ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કરફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ ભાઈ પરમાર ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ભાઈ ખેડાવાલા ને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા, આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા શ્રી ખેડાવાલાના સેમ્પલ ગઇકાલે લેવામાં આવેલા હતા અને તેના રિપોર્ટ આવવાના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્યલોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ના કરીને તેમણે ભૂલ કરી છે. આજની બેઠકમાં શ્રી ખેડાવાલા મુખ્યમંત્રી વિજયભાઈ થી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને નજીકના સંપર્ક માં આવ્યા નથી, આમ છતાં આવતીકાલે સવારે મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે.

આ સમગ્ર મુદ્દે હવે જોવાનું એ રહ્યું કે શું ગુજરાતના નાથ વિજય રૂપાણી પણ કોરોન્ટાઈલ થશે?? અને જો ગુજરાતના મુખ્યમંત્રી કોરોન્ટાઈલ થાય તો ગુજરાતના નાથની જવાબદારી કોના શિરે જય છે તે પણ જોવાનું રહ્યું...