બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાને લઈ ગુજરાત માટે ખુબજ ચિંતાજનક સ્થિતિ, ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા...

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને કોરોના સામે લડવા માટે તંત્ર સતર્ક થઇ ગયું છે. સમગ્ર રાજ્યમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે વધતા કોરોના વાયરસની સંખ્યાનું મુખ્ય કારણ ક્યાંકને ક્યાંક તબલીગી જમાતને માનવામાં આવી રહ્યું છે. તબલીગી જમાતના કાર્યક્રમ બાદ સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસની વાત કરવામાં આવે તો, રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવીએ આજે પત્રકાર પરિષદ કરી હતી અને કોરોના વાયરસના આંકડાઓ પર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં વધુ 16 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે, જેમાંથી 10 લોકોનું તબલીગી જમાત સાથે કનેક્શન સામે આવ્યું છે. જે ગુજરાત માટે ખુબજ ચિંતાજનક સ્થિતિ કહી શકાય. જયંતી રવિના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વધુ 16 કેસ પોઝીટીવ નોંધાતા ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 144 કેસ થયા છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 144 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાંથી સૌથી વધારે અમદાવાદમાં 64 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ સુરતમાં 17, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 13, વડોદરામાં 12, રાજકોટમાં 10, પોરબંદરમાં 3 તેમજ કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, પાટણમાં 2-2 કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી, જામનગર, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ સાંજ બાદ ગુજરાતમાં કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાંથી સૌથી વધારે 11 કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 21 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગીચ મુસ્લિમ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 39 દર્દીઓનો કોરોના વાયરસનો રીપોર્ટ આવવાનો બાકી છે.