બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ખાનગી લેબમાં કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈને મહત્વના સમાચાર, નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત...



ગુજરાતમાં ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. ખાનગી લેબમાં ટેસ્ટના ભાવમાં 1500 રૂપિયા અને 1000 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ લેબ પર જઈને ટેસ્ટ કરાવે છે, તો તેને ટેસ્ટ માટે રૂપિયા 2500 ચૂકવવાના રહેશે. તેમજ જો ખાનગી લેબ ઘરે અથવા હોસ્પિટલે આવીને સેમ્પલ કલેક્ટર કરે તો આવા ટેસ્ટ માટે રૂપિયા 3000 હજાર ચૂકવવાના રહેશે. આ ભાવ ઘટાડાનો અમલ આજથી જ લાગું કરવામાં આવ્યો છે.

સાથે જ નીતિન પટેલે ખાનગી લેબોને સૂચના આપી છે કે, આ ભાવ ઘટાડાનો અમલ તેમણે આજથી જ કરવાનો છે. તેમજ જો કોઇ લેબ હવે વધારે ચાર્જ વસૂલ કરશે, તો તેમની માન્યતા રદ કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ અંગે કોઈ નાગરિક ફરિયાદ કરે અને તે સાબિત થશે, તો તાત્કાલિક અસરથી લેબોરેટરીની માન્યતા રદ કરી દેવામાં આવશે. જેથી ખાનગી લેબોને નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરવા નીતિન પટેલે સૂચના આપી છે.