બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉન 3.0 સુધી માવા-ગુટખા અને સોપારીના ભાવો અધધ વધ્યા, જાણો કેટલા ભાવે વેચાય છે?

લોક ડાઉનનો પ્રારંભ થયો ત્યારથી લઈ જેમ જેમ લોક ડાઉન વન, ટુ, થ્રી જાહેર કરાયું ગયું તેમ તેમ તમાકુ, સોપારી, સિગારેટ, ગુટખાના ભાવો પણ વધતા ગયા. જે ગુટખાની એક પડિકી પાંચ રૂપિયામાં મળતી હતી તેના અત્યારે 20થી 25 રૂપિયા થઈ ગયા છે. તો સોપારી અને સિગારેટ તેમજ તમાકુના ભાવ પણ સરેરાશ ત્રણ ગણા થઈ ચૂક્યા છે. આટલાં નાણાં ચૂકવવા બંધાણીઓ તૈયાર હોવા છતાં આ વસ્તુ મળવાનું દુસ્કર થઈ ગયું છે.




અમદાવાદની વાત કરીએ તો લોક ડાઉન પહેલા વિમલ ગુટખા પાંચ રુપિયામાં મળતા હતા. લોક ડાઉનના પ્રથમ તબક્કામાં આ ભાવ વધીને બમણો એટલે કે રૂ. 10 થયો. લોક ડાઉનનો બીજો તબક્કો શરૂ થયો એટલે આ ભાવ ત્રણ ગણો એટલે કે રૂ. 15 થયો.


જેવી લોક ડાઉન ત્રણની જાહેરાત કરવામાં આવી કે આ ભાવ ચાર-પાંચ ગણો થઈ ગયો. એટલે કે હવે રૂ. 20 કે 25 આપવા છતાં વિમલ મેળવવાનું મુશ્કેલ થઈ ચૂક્યું છે. આવું જ મિરાજ, રજનીગંધા સહિતના ગુટખામાં થયું છે. જે તમામનો ભાવ અત્યારે આશરે ચાર ગણો થઈ ચૂક્યો છે.




તમાકુની વાત કરીએ તો ઓરિજિનલ તમાકુ તો ક્યાંય મળતી જ નથી, એ સિવાયની અન્ય તમાકુના પણ ચાર ગણા ભાવો થયો છે. જે વસ્તુ સામાન્ય સંજોગોમાં રૂ. 80માં મળકી હતી તે વસ્તુ એટલે કે તમાકુ રૂ. 250થી 400 સુધીના ભાવમાં મળતી થઈ છે.


સોપારીના ભાવ લોક ડાઉન એક અને બે સુધી બમણા થયા હતા. હવે લગભગ અઢી કે ત્રણ ગણા ભાવ લેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં રૂ. 400ની એક કિલો સોપારી મળતી હતી તે અત્યારે એક હજારથી બાર સો રૂપિયામાં મળે છે.સિગારેટની સ્થિતિ પણ આવી જ છે. દસ રૂપિયામાં મળતી સિગારેટ રુ. 40 આપવા પછી પણ મળતી નથી. આ રીતે, લોક ડાઉન એક, બે, ત્રણની સાથોસાથ તમાકુ, ગુટખા અને સિગારેટના ભાવો પણ એક એક ગણા વધતા ગયા.




આટલો વધુ ભાવ હોવા છતાં લોકો ખરીદવા માટે પડાપડી કરે છે. કોઇ ભાવ ઓછો કરાવવાનું કહેતું નથી, તેમ એક સપ્લાયરે કહ્યુ હતું. તેની પાછળનું કારણ એ છે કે પહેલા લોકડાઉન વખતે એવું લાગતું હતું કે થોડા દિવસમાં નોર્મલ થઇ જશે એટલે લોકો વધારે સ્ટોર કરતા ન હતા. વિક્રેતાઓ પાસે પણ ત્યારે માલ પડ્યો હતો એટલે થોડા વધારે લઇને આપી દેતા હતા. પરંતુ લોકડાઉન જેમ જેમ વધતું ગયું તેમ તેમ લોકોનો ડર પણ વધતો ગયો કે આગામી દિવસોમાં નહીં મળે તો શું કરીશું એટલે ડિમાન્ડ વધવા લાગી. લોકો સ્ટોર કરવા લાગ્યા. અર્થશાસ્ત્રનો નિયમ છે કે ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછી હોય એટલે ભાવ તો વધવાના જ. લોકડાઉન 3 આવતા આવતા તો ભાવો જાણે આસમાને પહોંચવા લાગ્યા. સપ્લાય પણ ઓછો થઇ ગયો.