બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં સુરતમાં 1 અને સૌરાષ્ટ્રમાં 3 પોઝીટીવ કેસ, રાજ્યમાં કોરોનાનો આંક 63 પર પહોચ્યો...

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશના દરેક રાજ્યમાંથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 1000 ને પાર થઇ ચુકી છે. જયારે મૃતકોની સંખ્યા 27 પર પહોંચી છે. જયારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 63 થઇ છે, જયારે મૃતકોની સંખ્યા 5 થઇ છે.

રાજ્યમાં 24 કલાકમાં કુલ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. આજે અમદાવાદ બાદ ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અને સુરતમાં 1-1 કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા 22 થઇ છે. અને સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 63 કેસ થઇ ગયા છે.

રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કુલ 8કેસ નોંધવામાં આવ્યા છે. જયારે એકજ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના કુલ 3 પોઝીટીવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ તેમજ રાજકોટ ગ્રામ્ય માં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો છે, જેથી ગાંધીનગરમાં કોરોના પોઝીટીવ ની સંખ્યા 10 પર પહોંચી છે. તથા સમગ્ર રાજ્યમાં કોરોના પોઝીટીવનો આંકડો 63 પર પહોંચ્યો છે.