બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત માટે કોરોના અંગે સૌથી ચિંતાજનક સમાચાર, રાજ્યમાં કોરોનાના 179 કેસ, જામનગરમાં 14 માસના બાળકનું મોત...

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ગઈ કાલ સાંજ થી લઈને અત્યાર સુધીમાં વધુ 4 કેસ નોંધવામાં આવ્યા છે, રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજીને આ તમામ માહિતી આપી હતી.

ગઈકાલ સાંજથી અત્યારસુધી વધુ 4 કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે, જેમાં ભાવનગરમાં 2, વડોદરામાં 1, સુરતમાં 1 કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો 179 પર પહોંચી ચુક્યો છે. તેમજ રાજ્યમાં વધુ 2 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુનો આંકડો 16 પર પહોંચી ચુક્યો છે જેમાં, જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત થયું.

આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં કોરોનાના 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા. તેમજ કોરોનાના 136 દર્દીઓની તબિયત હાલમાં સ્થિર છે, છેલ્લા 24 કલાકમાં 932 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોના વાયરસના કુલ 3972 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 179 કેસ પોઝીટીવ થઇ ગયા છે જેમાં, અમદાવાદમાં સૌથી વધારે 83 કેસ તેમજ રાજકોટ 11, સુરત 23, વડોદરા 13, ભાવનગરમાં 16, ગાંધીનગરમાં 13, પોરબંદર 3, ગીર સોમનાથ 2, કચ્છ 2, મહેસાણા 2, પાટણ 5, પંચમહાલ 1, છોટા ઉદેપુર 1, જામનગર 1, મોરબી 1, સાબરકાંઠા 1, આણંદ 1, કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના 133 દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.