રાજ્યમાં કોરોના વાયરસના વધુ 22 પોઝીટીવ કેસ, કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 26 પર પહોંચ્યો...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલ સાંજ થી અત્યાર સુધી વધુ કેટલાક પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
જયંતી રવિના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ગઈ કાલ સાંજ થી અત્યાર સુધી (13/04/2020 Till 10:40 Am) કોરોના વાયરસના 22 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જે પૈકી અમદાવાદમાં 13, વડોદરામાં 1, આણંદમાં 1, બનાસકાંઠામાં 2, તેમજ સુરતમાં 5 કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આજે રાજ્યમાં વધુ 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. તથા 3 વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં વધુ 22 પોઝીટીવ કેસ નોંધાતા સંક્ર્મીતની સંખ્યા 538 થઇ ગઈ છે. જે પૈકી 461 સ્ટેબલ છે, તેમજ 4 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 26 વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 47 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 13257 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 538 પોઝીટીવ કેસ આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 45 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં નોંધાયેલા 538 કેસો પૈકી,અમદાવાદમાં 295, સુરતમાં 33, રાજકોટમાં 18, વડોદરામાં 102, ગાંધીનગરમાં 15, ભાવનગરમાં 23, કચ્છ 4, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલ 1, છોટા ઉદેપુર 3, જામનગર 1, મોરબી 1, આણંદ 9, દાહોદ 1, સાબરકાંઠા 1, ભરૂચ 8, બનાસકાંઠા 2 તેમજ પાટણમાં 14 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે.