બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ખાનગી શાળાઓની ખુલ્લેઆમ બેફામ લુંટ સામે AAP મેદાને, શિક્ષણ બંધ તો ફી શેની??

સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને લઈને સરકાર દ્વારા શાળા, કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે. આવી મહામારીના સમયમાં શાળા કોલેજો બંધ હોવા છતાં પણ શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે દાદાગીરી કરીને પણ ફી વસુલ કરી રહ્યા છે, ત્યારે આવા સમયે વાલીઓની વ્હારે આમ આદમી પાર્ટી આવી છે.



ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંકને ક્યાંક મેદાનમાં આવતી નજરે પડી રહી છે. આજે બપોરે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીને શાળા દ્વારા ઉઘરાવવામાં આવતી બે ફામ ફી ના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે. 100 થી વધારે કાર્યકરોએ સ્કૂલ ફી માફી ને લઈને આવેદન પત્ર આપ્યું છે.



આવેદન પત્ર આપવાના મુખ્ય મુદ્દાઓ:
  • સ્કુલ  શરૂ ન થાય ત્યાં સુધી ફી માફ અને વસુલ કરી હોય તો  તાત્કાલિક પરત આપો
  • 1 થી 5 ધોરણ ઓનલાઈન પ્રથા બંધ કરો
  • ખાનગી સ્કુલો  જેવું સરકારી સ્કુલો માં શીક્ષણ સ્તર નો સુધારો કરવો
  • ફી લીધા વગર માકૅશીટ આપતાં નથી તે તાત્કાલિક આપવામાં આવે અને આવા સંચાલક ઉપર તાત્કાલિક કાયૅવાહી કરવી
  • સ્કુલ સંચાલક ને શીક્ષક ના પઞાર ચુકવવા સરકાર આયોજન કરવા બાબત



આ સમગ્ર મુદ્દે AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા આ તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.