પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરિપત્ર, રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે..
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ ક્યારે શરૂ કરવામાં આવશે તેને લઈને પ્રાથમિક શિક્ષક નિયમકે પરિપત્ર કર્યો છે.
રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે. અને આ મામલે પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. અને જો કોરોનાનું સંકટ વધારે વધશે અને આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો આગામી સમયમાં આ અંગે જાણ કરવામાં આવશે.
વધુમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્રમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ ઘરે બેસીને અભ્યાસ કરવો પડશે, તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘરે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ ઘરકામ સ્કૂલમાં જમા કરાવવું ફરજિયાત રહેશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ આ ઘરકામ સ્કૂલમાં જમા કરાવાનું રહેશે.