બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં કોરોનાનું ચિત્ર બદલાયું, અમદાવાદ અને સુરતની પરિસ્થિતિ અલગ અલગ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, દિવસે ને દિવસે કોરોના વાયરસના અલગ અલગ આંકડાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં કોરોનાનું ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે.

મળતી વિગતો અનુસાર મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે, જ્યારે સુરતની વાત કરવામાં આવે તો કોરોનાનાં પોઝિટિવ કેસો અને મૃત્યુ વધતા જોવા મળી રહ્યા છે.

સુરતમાં 20 જૂનથી રોજના 100 થી વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે જ્યારે 22 જૂનથી અમદાવાદમાં નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરતની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે.