બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આખરે સુરતના કારીગરો લાંબી લડત બાદ પોતાના માદરે વતન પહોંચ્યા...

સમગ્ર દેશમાં કોરોનાના વધતા વ્યાપને લઈને લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન હવે વતન જવા માટે પરપ્રાંતીના લોકોએ લાઈનો લગાવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં લગભગ 6 હજારથી વધુ લોકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી છે. તે પૈકી ચાર લકઝરી બસો કાલે ઓડિસ્સા જવા માટે રવાના થઇ હતી. જેમાં 220થી વધુ લોકોને લઇ જવામાં આવ્યા હતા. બીજી બાજું શ્રમ વિભાગ દ્વારા સેલ્ટર હોમમાં આસરો લઇ રહેલા 51 રાજસ્થાની કારીગરોને પણ એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા.જયારે આજે સવારે યુપી માટેની એક ખાનગી બસ કારીગરોને લઈ રવાના થઈ હતી.



પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં કામ કરતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના કામદારો હવે લોકડાઉનના સમયમાં કામદારો હવે લોકડાઉનના સમયમાં પોતાના વતન જવાની માગ કરી રહ્ના છે તથા ગઈકાલથી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વતન જવા માટેની અરજીઓનો મારો શરૂ થઈ ગયો હતો. છેલ્લા 2 દિવસમાં લગભગ 6 હજાર જેટલી અરજીઓ જિલ્લા કલેક્ટર કચેરીને મળી છે.જે અંતર્ગત સરકારની સૂચના અન્વયે સ્થાનિક વહીવટીતંત્ર તરફથી ઓડિસ્સા અને ઉત્તર પ્રદેશ જવા માટે પાંચ લકઝરી બસોને મંજૂરી આપવામાં આવી છે.



તમામ બસોને સૈથી પહેલા ડિસઇન્ફેકટ કરવાની સાથે કારીગરોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા. જયારે પાંચમી બસ આજે સવારે સચિન વિસ્તારમાંથી યુપી ખાતે રવાના કરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરતમાં તૈયાર કરવામાં આવેલા 14 સેલ્ટર હોમ ખાતે પણ અનેક કારીગરોએ આસરો લીધો છે. જેમાંથી શુક્રવારે 117 જેટલા કારીગરોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગઈ કાલે શ્રમવિભાગ દ્વારા વધુ બે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં 51 કારીગરોને રાજસ્થાન જાલોર ખાતે પહોચાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરતમાં કામદારો આ અગાઉ પણ પોતાના વતન જવા માટે હોબાળો કરતા જોવા મળ્યા હતા. ગૃહમંત્રાલયની મંજૂરી બાદ આ તમામ મજૂરોને શરતી મંજૂરી સાથે પોતાના વતન મોકલવામાં આવ્યા છે.