સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, રાજ્યના 3 જિલ્લાઓમાં હજી સુધી કોરોનાની દસ્તક નથી.
રાજ્યમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સમયાંતરે નવા જિલ્લાઓમાં પણ કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ગઈકાલે ડાંગમાં કેસ નોંધાયા બાદ આજે સુરેન્દ્રનગરમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.
GOGABHAI BAVALIYA;
— COLL SURENDRANAGAR (Hand Wash + Social Distancing) (@CollectorSRN) April 24, 2020
AGE :61
Occupation: Driver
No Comorbidity factors,
No symptoms at present, #Covid_19 Positive found today.
Admitted at Gandhi hospital since April 23, 2020 at 6 am.
Patient was found due to active liaison with @SP_Botad , @SPSurendranagar & health workers.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. આમ હવે ગુજરાતના 30 જિલ્લા કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. હવે માત્ર 3 જ જિલ્લામાં કોરોનાનો પ્રવેશ બાકી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો.
બીજી તરફ અમદાવાદમાં સૌથી વધુ 1652 કેસ નોંધાયા છે અને 69 લોકોના મોત થયા છે. વળી, આજે ગાંધીનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે અહીં એક ડોકટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરનાથી ગુજરાતમાં 112 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 2626 લોકો કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે.