ટિકટોક ફેઈમ અને મહિલા કોન્સ્ટેબલ અલિપ્તા ચૌધરી કોરોના વાયરસની ઝપેટમાં..
સમગ્ર રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ કોરોના ઝપેટમાં આવતા જોવા મળી રહ્યા છે. આજે ટિકટોક ફેઈમ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલિપ્તા ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં ટીકટોક બનાવીને ચર્ચામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને ટિકટોક વીડિયો બનાવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જે બાદ થોડા સમય પહેલા જ તેને ડ્યુટી પર પરત લાવવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં ફરી ડ્યુટી જોઈન કરનાર અલિપ્તાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહિલા પોલીસકર્મી અને ફેમસ ટિકટોક સ્ટાર અલિપ્તા ચૌધરી હાલ ખેરાલુ પોલીસ લાઈનમાં ફરજ બજાવે છે જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ અલિપ્તા ચૌધરીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ચુક્યો છે તેમજ કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં અનેક પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.