ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે લેવામાં આવશે પરીક્ષા...
કોરોના વાયરસના ખતરાના કારણે અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જે બાદ હવે એક એક કરીને પરીક્ષાની તારીખ જાહેર કરવામા આવી રહી છે. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામા આવી છે.
જૂન મહિનામાં પરીક્ષા રદ કરી હતી અને હવે ગુજરાત યુનિવર્સિટીના જાહેરાત મુજબ 2 જી અને 13મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. જે વિદ્યાશાખામાં ઓછા વિદ્યાર્થીઓ છે ત્યાં 2 જુલાઈથી પરીક્ષા શરૂ કરવામાં આવશે. ઉપરાંત જે વિદ્યાશાખામાં વધુ વિદ્યાર્થીઓ છે ત્યાં 13મી જુલાઈથી પરીક્ષા લેવાશે.
પરીક્ષા માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામા આવ્યા છે. જેમાં એક બ્લોકમાં 30ના બદલે 15 વિદ્યાર્થી જ પરીક્ષા આપશે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ કેન્દ્રો ફાળવવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ પહેલાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જૂન મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. પરંતુ તે રદ થઈ હતી. હવે આખરે તારીખ આવી ગઈ છે