બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં અનલોક 3 માં કઈ કઈ છૂટછાટ આપવી તે અંગે CM ના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાશે...

સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે તો બીજી તરફ ગઈ કાલે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક 3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર આજે અભ્યાસ કરશે.

કેન્દ્ર સરકારની અનલોક 3 ની ગાઈડલાઈન 1 ઓગષ્ટથી સમગ્ર દેશમાં અમલ કરવામાં આવશે ત્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની અનલોક 3 ની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતમાં પહેલી ઓગસ્ટથી અમલવારી કરશે, તેમજ આજે અનલોક 3 ની ગાઈડલાઈન અંગે CM ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાવાની છે જેમાં વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે, આ સાથે જ કેન્દ્ર સરકારે રાત્રી કર્ફ્યું દૂર કર્યો છે ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે કરવો તેનો પણ હાઈ પાવર કમિટી માં ચર્ચા વિચારણા કરી સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ 1 ઓગષ્ટથી રાત્રી કરફ્યુ હટાવી દેવામાં આવ્યું છે સાથે જ 5 ઓગષ્ટથી જિમ ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મુદ્દાઓ પર રાજ્ય સરકાર આજે ચર્ચા કરશે તથા રાજ્યમાં કઈ કઈ છૂટ છાટો આપવી તે અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.