બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આપવામાં આવશે 1000 રૂપિયા...

સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવેલું છે અને કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે નાના ઉદ્યોગ અને કારીગર વર્ગ બેરોજગાર થઈ ગયો છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

CMO ના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર સોમવારથી 66 લાખ રેશનકાર્ડ ધારક પરિવારોને તેમના ખાતામાં જ રૂપિયા 1000 ની સહાય આપવામાં આવશે. તેમજ 1000 રૂપિયા સોમવારથી સીધા ખાતામાં જ જમા થશેઃ કોઈ અરજી નહીં કરવી પડે, કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આવા ગંભીર રોગચાળામાં આટલી જંગી સહાય અપાયાનો ગુજરાતમાં પ્રથમ દાખલો છે.

કોરોનાને અનુલક્ષીને  ગુજરાતમાં ગરીબીની રેખા નીચે જીવતા 66 લાખ જેટલા પરીવારોને તેના ખાતામાં રૂ. એક-એક હજાર આપવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે. સરકાર સોમવારથી આ નાણા ખાતામાં જમા કરાવવા લાગશે. લાભાર્થી ગરીબ પરીવારો તેનો પોતાની જરૂરીયાત મુજબ બેંકમાંથી ઉપાડી ઉપયોગ કરી શકશે. ભુતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે રૂપીયા 1000ની સહાય કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે.

તા. ર૦ એપ્રિલથી 66 લાખ બીપીએલ કાર્ડ પરીવારોના ખાતામાં રૂ. એક-એક હજાર સીધા જમા કરાવામાં આવશે. તેના માટે લાભાર્થી પરીવારે કોઇ પુરાવો આપવાની જરૂર નથી. સરકાર પાસે બીપીએલ કાર્ડ ધારકોની વિગતો છે તેના આધારે આ નાણાકીય સહાય તેના ખાતામાં પહોંચાડી દેવામાં આવશે. આ સહાયથી રાજય સરકાર પર રૂ. 660 કરોડનો બોજો આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને આ મહિને રેશનકાર્ડે પર કેટલીક જીવન જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપી છે. હવે બીપીએલ પરીવારોને રોકડ સહાય કરીને નવો ઇતિહાસ સર્જયો છે.