બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પોતાના ટ્વીન્સ બાળકોથી દૂર રહી ફરજ બજાવતા મહિલા કોરોના વૉરિયર્સ

હાલમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. આવા કપરા સમયમાં પણ પોતાનો જીવ જોખમમાં મૂકી ને કરોના સામે લડત આપતા આપણા કોરોના વોરિયર્સ કામગીરી બિરદાવા લાયક છે.  આજે આપણે એવા કોરોના વૉરિયર્સની વાત કરવાનાં છીએ જે બે બાળકોની માતા છે. પોતાના નાના નાના ટ્વીન્સ બાળકોથી દૂર રહીને પણ કોરાના વૉરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. મૂળ સાબરકાંઠાના વતની કિંજલબેન પરમાર પોતાના બાળકો અને પરિવારથી દૂર બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. કોરોનાએ ચારે બાજુ હાહાકાર મચાવ્યો અને દુનિયા તમામ દેશો કોરોના સામે  લડતમાં લાગી ગયા છે.


આવા સંકટ સમયમાં કોરોના વૉરિયર્સ તરીકે કામ કરતા કિંજલબેન પરિવારથી દૂર ધાનેરામાં ભાડે મકાન રાખી રહે છે. કિંજલબેનનું કહેવું છે કે મારા વિસ્તારના લોકો કોરોનાથી સુરક્ષિત રહે અને કોરોના રૂપિ રાક્ષક નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી ના આવે તેના માટે અમે લોકોને માસ્ક પહેરવાની સાથે ઘરમાં રેહવાની સલાહ આપીયે છીએ.  આ ઉપરાંત ઘરે ઘરે જઈને તાવ કે ઉધરસ જેવા લક્ષણો ધરાવતી વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડીયે છીએ.  જેથી કોરોનાનો ફેલાવો ના થાય.  આ ઉપરાંત અમે લોકોને સલાહ આપીયે છીએ ઘરમાં રહો સુરક્ષિત રહો.


આવા કોરોના વૉરિયર્સને જેટલું સન્માન કરીયે એટલું ઓછું છે. દેશના લોકો માટે આવી કામગીરી કરતી તમામ મહિલા કોરોના વોરિયર્સ હંમેશા પોતે સ્વસ્થ અને સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરીયે.