બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

"માનવતાની મહેક" કોરોના સામે લડી રહેલા દર્દીઓ માટે પોતાનો પગાર ન્યોચ્છાવર કરતા ગુજરાત પોલીસના જાંબાઝ જવાનો...

અત્યારે સમગ્ર દેશના નાગરિકો કોરોના સામેની લડાઈમાં પોતાની લડત આપી રહ્યા છે ત્યારે સરકારના દરેક કર્મચારીઓ ક્યાંકને ક્યાંક પોતાની ફરજ બજાવતા આપણને જોવા મળે છે, ત્યારે જો વાત પોલીસ કર્મીઓની કરવામાં આવે તો જયારે પણ રાજ્યમાં કોઈ પણ આફત આવી હોય તો હંમેશા માટે પોલીસ કર્મીઓ તૈયાર હોય છે.

સમગ્ર દેશ અને રાજ્ય જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે કોરોના વાયરસ રોગમાં સપડાયેલા દર્દીઓ માટે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ઇન્સ્પેક્ટર તરિકેવ ફરજ બજાવી ચુકેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.વનારે સરકારને સંબોધીને સોશિયલ મીડિયામાં એક મેસેજ મુક્યો હતો, જેમાં કોરોના વાયરસથી લડવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે તે માટે તેમને મદદ કરવી જોઈએ. તેમને તેમના 1 મહિનાનો પગાર C.M ફંડમાં આપવાની જાહેરાત કરી હતી.




ત્યારે બીજી તરફ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એન.બી.ડોડીયાએ પોલીસ અધિક્ષકને પત્ર લખીને આગામી મહિનાનો પગાર કાપી લઈ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર અર્થે વાપરવામાં આવે તેમ જણાવ્યું હતું. 

આ ઉપરાંત ગુજરાત પોલીસના એક આસિસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફીસર યુવરાજસિંહ રાઠોડની સોશિયલ મીડિયામાં મુકેલ એક પોસ્ટ બીજાને પ્રેરણા આપે છે તેમને લખ્યું છે કે દેશના એક સાચા કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન નાગરિક તરીકે સરકારને વિનંતી કરૂ છું કે કોરોનાની મહામારી વચ્ચે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જરૂર પડે તો મારા પગારમાંથી રકમ કાપી તેમને મુશ્કેલ સમયમાં મદદ કરજો. આવા સમયમાં મદદ કરીને દેશસેવા કર્યાની ખુશી મળશે