ગુજરાતમાં કોરોનાની દહેશત, કુલ 7 પોઝીટીવ કેસો નોંધાયા, છેલ્લા 12 કલાકમાં કોરોનાને લઈને ગુજરાતમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફારો...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો પ્રવેશ ભારતમાં થઇ ચુક્યો છે, અને ધીરે ધીરે ગુજરાત પણ કોરોનાની ઝપેટમાં આવતું જોવા મળી રહ્યું છે, તત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 7 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં 3 કેસ, રાજકોટમાં 1 કેસ, સુરતમાં 1 કેસ, અને વડોદરામાં 2 કેસ સામે આવ્યા છે. આ તમમાં લોકો થોડા દિવસોમાં જ વિદેશ થી ભારત પરત ફરેલા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 150 જેટલા શંકાસ્પદોના રીપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 123 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે, જયારે 22 લોકોના રીપોર્ટ પેન્ડીંગ છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે, જયારે 5 પ્રભાવિત લોકોના પરિવારને ક્વોરોન્ટાઈલ કરવામાં આવ્યા છે.
કોરોના સામે લડવા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોનાની સાવચેતીને લઈને ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે..
- રાજ્યમાં કોરોનાના કુલ 7 પોઝીટીવ કેસ નોધાયા.
- આજના દિવસમાં કુલ 5 પોઝીટીવ કેસ નોધાયા.
- મોલ, રેસ્ટોરંટ, કાફે બંધ રાખવા ફરમાન.
- સુરત અમદાવાદ રાજકોટમાં કલમ 144 લાગુ કરવામાં આવી.
- જુનાગઢ ગીર સોમનાથ કચ્છ, અમરેલીમાં કલમ 144 લાગુ કરવામાં આવી .
- અમદાવાદ,રાજકોટમાં ગલ્લાઓ બંધ કરવા આદેશ.
- જાહેરમાં થુકવા પર દંડ, અમદાવાદમાં પોલીસ ફરિયાદની જોગવાઈ
- ઊંઝા માર્કેટ યાર્ડ 10 દિવસ સુધી બંધ રહેશે.
- રાજકોટમાં ૩ દિવસ સુધી સોની બજાર રહેશે બંધ.
- રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્ર બંધ.
- સાબરકાંઠાના ઇડરમાં તમામ હોટલો લારીઓ બંધ રહેશે.
- જાહેર મેળાવડા પર પ્રતિબંધ.