બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉન દરમ્યાન કોઈના પણ વાહન જપ્ત કરવામાં ન આવે: હાર્દિક પટેલ

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાવવામાં આવેલું છે અને તંત્ર દ્વારા તેનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં અનેક લોકો પોતાના વાહન પર જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે જતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા આવા લોકોના વાહન જપ્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ ને પત્ર લખી આવા લોકોના વાહન જપ્ત ના કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

હાર્દિકે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, જય ભારત સાથે જણાવવાનું કે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહેલ છે. તે અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના આદેશો કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા માટે બહાર નીકળતા લોકોના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઓડીશા હાઇકોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી નજીકમાં જીવન જરૂરી ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે વાહનો જપ્ત કરવા તે અયોગ્ય છે.



બિન જરૂરી રીતે વાહનો જપ્ત થવાથી લોકોમાં મુશ્કેલી વધી શકે છે તેમજ લોકો અને પોલીસ વચ્ચે ખોટું ઘર્ષણ વધી શકે છે. જપ્ત થયેલા વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વઢે તેવી પૂરી શક્યતા છે. કોઈ વ્યક્તિ વાજબી કારણોસર ઘરની બહાર નીકળ્યો છે કે નહિ તેની વ્યવસ્થા કરવા માટે સોસાયટી/એપાર્ટમેન્ટ ના પ્રમુખને લેખીત ચિઠ્ઠી કરી આપવાની માર્ગદર્શિકા જાહેર કરી શકાય તેમ છે. સોસાયટી/એપાર્ટમેન્ટ ના પ્રમુખ નાની કાપલીમાં સોસાયટીનો સિક્કો અને તારીખ અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કાપલી માન્ય ગણાશે તેવું વધુમાં વધુ એક કલાકનું લખાણ કરી આપવાથી પોલીસને પણ ખોટી રીતે બહાર નીકળતા લોકોને પકડવામાં સરળતા થશે.

આમ જો લોકોને જરૂરી ચીજ વસ્તુ લેવામાં પણ હેરાનગતિ કરવામાં આવશે તો અસરકારક લોકડાઉન કરી શકશે નહિ. માટે મારી વિનંતી છે કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લોકોના વાહન જપ્ત કરવામાં ન આવે તેમજ જે વાહનો જપ્ત કર્યા છે તેમાં દંડ વસુલ કરવાના બદલે ફક્ત લેખીત બાહેંધરી લઈને છોડી મુકવામાં આવે.