બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાથી દેશમાં 1 લાખ મૃત્યુ પાછળ છુપાયેલી છે કેટલીક દર્દભરી કહાણી

કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. આજે આપણે એવા મુકામ પર આવી પહોંચ્યા છીએ કે જ્યાં સંખ્યાની લાખમાં ગણતરી કરવામાં આવશે. 204 દિવસ અગાઉ એક 74 વર્ષના વૃદ્ધનું કોરોનાને લીધે પહેલા મૃત્યુ બાદ હવે ખબર નથી કે આંકડો ક્યાં પહોંચશે.

આ મહામારીમાં સ્વજન ગુમાવનાર પરિવારોની પીડા દરેક વ્યક્તિ તો સમજી શકે છે, પણ તેમનાં દુઃખને કોઈ વહેંચી શકતું નથી. એકબીજાને મળવાનું અને સુખ-દુઃખ વહેંચવાની દરેક પદ્ધતિ હવે ફરીથી લખવામાં આવી રહી છે. આ લખવા-વાંચવા પાછળ છૂટી જાય છે માનવતા અને હમદર્દી.


વર્ષ 2020ના વર્ષની સુખદ યાદો પર મૃત્યુની એવી તે છાયા છે કે પસાર થતા સમય સાથે અનેક પેઢી એને યાદ કરવા ઈચ્છશે નહીં. દુઃખની આ પળ અને પીડા દિન પ્રતિ દિન વધતી રહી છે અને વેક્સિન આવવામાં હજુ સમય લાગે એવી શક્યતા છે. આ સંજોગોમાં ભાસ્કર તમને વિનંતી કરે છે કે પૂરી તકેદારી રાખો, તમારી તથા તમારા પરિવારની કાળજી રાખો અને માસ્ક લગાવવામાં કોઈ બેદરકારી દાખવશો નહીં, કારણ કે લેબમાં તૈયાર થઈ રહેલી વેક્સિન આવે ત્યાં સુધી તમારા ઘરમાં રહેલું માસ્ક જ તમારી વેક્સિન છે.